દાવા

PrintPrintEmail this PageEmail this Page

વ્યક્તિગત અકસ્માત દાવા

 • વીમાદાતાને તાત્કાલિક સૂચના.
 • અકસ્માતમાં મૃત્યુનાં કિસ્સામાં, મુદ્દલ રકમ વીમાધારકના કાનૂની નૉમિની/અસાઇનીને ચૂકવવામાં આવે છે. જો વીમાધારક નૉમિનીનું નામ પ્રદાન કરવામાં નિષ્ફળ જાય છે, તો ન્યાયાલય તરફથી સક્સેશન સર્ટિફિકેટ આવશ્યક છે.

અન્ય દાવાઓના કિસ્સામાં, વીમાદાતાઓ વીમાધારકની તપાસ કોઈ નિષ્ણાત દ્વારા કરાવી શકે છે અથવા જરૂરી લાગે તો તબીબી બોર્ડને તેનો ઉલ્લેખ કરી શકે છે, જેની કિંમત વીમાદાતાઓ દ્વારા વહન કરવામાં આવશે.

આગ/આઇએઆર પૉલિસીઓ હેઠળનાં દાવાઓ

 • પ્રથમ તો વીમાધારકે નુકસાનને ન્યૂનતમ કરવા માટે તમામ સંભવિત પગલા લેવા જોઈએ.
 • ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરી શકાય છે.
 • જો આગ - હુલ્લડ કરતી ભીડ, હડતાળ કરતા કારીગરો દ્વારા લગાવવામાં આવી હોય, તૃતીય પક્ષો દ્વારા દુર્ભાવનાપૂર્ણ નુકસાન અથવા આતંકવાદી દ્વારા નુકસાનના કિસ્સામાં પોલીસમાં ફરિયાદ નોંધાવો.
 • વીમાદાતાને શક્ય તેટલા જલ્દી જાણ કરો, 24 કલાક પછીની સ્થિતિમાં નહીં
 • વીમાદાતા દ્વારા નિયુક્ત મોજણીકારને સંબંધિત માહિતી દ્વારા સહકાર આપવો.
 • ચક્રવાત, પૂર અને વહેણને લીધે નુકસાનના કિસ્સામાં એક હવામાન રિપોર્ટ મેળવો
 • જો પૉલિસી 'પુનઃસ્થાપનના આધારે' હોય, તો દાવાનું સમાધાન માત્ર નુકસાનીગ્રસ્ત આઇટમનું સમારકામ/બદલી પૂર્ણ થવા પર અને દાવાની ચૂકવણી માટે બિલ્સના સબમિશન પર જ કરવામાં આવે છે.

ઘરફોડીના દાવા / નાણાનો વીમો / વફાદારી

 • પોલીસને તાત્કાલિક જાણ કરો અને ન મળેલી આઇટમો માટે એક નોન-ટ્રૅસેબલ સર્ટિફિકેટ મેળવો.
 • વીમાદાતાને શક્ય તેટલા જલદી સૂચિત કરો.
 • જ્યારે ચોરાયેલી સંપત્તિ પુનર્પ્રાપ્ત કરવામાં આવે ત્યારે દાવાની રકમ રીફંડ કરવા માટે, વીમાદાતા અવેજીકરણના પત્ર - ઉચિત મૂલ્યનાં સ્ટેમ્પ પેપર પર ઉપક્રમનાં પત્રનો આગ્રહ રાખશે.
 • પોલીસ પાસેથી ફાઇનલ રિપોર્ટ મેળવો.
 • વીમાધારકે મોજણીકારને એકાઉન્ટના સંપૂર્ણ ચોપડા અને ઘટનાના દિવસે નુકસાનીને સાબિત કરતા બિલ્સ પ્રદાન કરવા પડશે.

મશીનરી ખોરંભાવી

 • વીમાદાતાને તાત્કાલિક સૂચના
 • તપાસણી ગોઠવવા માટે દાવાની સૂચના અને સમારકામની અંદાજિત કિંમત વીમાદાતાને નોંધાવવી જોઈએ.
 • આંશિક નુકસાનના કિસ્સામાં, ઘસારો ચાર્જ કરવામાં આવતો નથી પરંતુ જ્યારે આઇટમ તેના વર્તમાન દિવસના બદલી મૂલ્ય માટે વીમાકૃત ન હોય, તો આઇટમોને અન્ડરઇન્શ્યોર્ડ તરીકે ગણવામાં આવે છે અને દાવાની રકમ તે પ્રમાણમાં ઘટાડવામાં આવે છે. ઘસારો ફક્ત કુલ નુકસાનીના દાવાઓ માટે લાગુ થાય છે.
 • જો કોઈ સાધનસામગ્રીને આંશિક રૂપે નુકસાન થાય છે, તો તેનો ઉપયોગ કરતા પહેલાં તેનું (વીમા કંપનીની મંજૂરીથી) સમારકામ કરાવી લેવું જોઈએ, કારણ કે અન્યથા આગળ નુકસાન આવરી લેવામાં આવતું નથી.

ઇલેક્ટ્રોનિક સાધનો

 • વીમાદાતાને તાત્કાલિક સૂચના.
 • તપાસણી ગોઠવવા માટે દાવાની સૂચના અને સમારકામની અંદાજિત કિંમત વીમાદાતાને નોંધાવવી જોઈએ.
 • આંશિક નુકસાનનાં કિસ્સામાં, બદલાયેલ ભાગોનાં સંબંધમાં ઘસારા માટે કોઈ કપાત કરવામાં આવશે નહીં, સિવાય કે તે મર્યાદિત આવરદાની હોય, પરંતુ કોઈપણ સાલ્વેજનું મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવશે.
 • જો કોઈ સાધનસામગ્રીને આંશિક રૂપે નુકસાન થાય છે, તો તેનો ઉપયોગ કરતા પહેલાં તેનું (વીમા કંપનીની મંજૂરીથી) સમારકામ કરાવી લેવું જોઈએ, કારણ કે અન્યથા આગળ નુકસાન આવરી લેવામાં આવતું નથી

પરિવહનમાં ઘરગથ્થુ માલસામાન

 • પરિવહનમાં કોઈ નુકસાનીની શંકાના કિસ્સામાં, કેરિયર પર ખુલ્લા વિતરણનો આગ્રહ રાખવો જોઈએ અને તેનું પ્રમાણપત્ર મેળવવું જોઈએ.
 • પરિવહનમાં નુકસાની/ક્ષતિના કિસ્સામાં, પુનર્પ્રાપ્તિ હકોનું સંરક્ષણ કરવાની સમય સીમાની અંદર નાણાકીય દાવો કેરિયર સામે નોંધાવવામાં આવવો જોઈએ, તેના વિના, દાવો સ્વીકાર્ય થઈ શકશે નહીં.

દરિયાઈ પરિવહનમાં નુકસાન

 • મૂળ ઇન્વૉઇસ અને પૅકિંગ સૂચિ - જો ઇન્વૉઇસ બનાવવાનો ભાગ હોય તો
 • પરિવહનમાં કોઈ નુકસાનીની શંકાના કિસ્સામાં, કેરિયર પર ખુલ્લા વિતરણનો આગ્રહ રાખવો જોઈએ અને તેનું પ્રમાણપત્ર મેળવવું જોઈએ.
 • મૂળ લોરી રસીદ (એલઆર)/બિલ ઑફ લેંડિંગ (બીએલ) - પરિવહનમાં નુકસાની અથવા ખોવાઇ ગયેલ જથ્થા માટેની ટિપ્પણીઓ સહિત યોગ્ય
 • ડિક્લેરેશન પૉલિસીના કિસ્સામાં - માલની જાહેરાત થવી જોઈએ અને બાકી વીમાકૃત રકમની સીમાની અંદર.
 • પરિવહનમાં નુકસાની/ક્ષતિના કિસ્સામાં, પુનર્પ્રાપ્તિ હકોનું સંરક્ષણ કરવાની સમય સીમાની અંદર નાણાકીય દાવો કેરિયર સામે નોંધાવવામાં આવવો જોઈએ.
 • કેરિયર દ્વારા ક્ષતિ/ઘટ પ્રમાણપત્ર.
 • મોજણીકાર (વીમાદાતા સાથે પરસ્પર સહમત) ની નિયુક્તિ નુકસાની/ક્ષતિના પ્રકાર, કારણ અને હદને નિર્ધારિત કરવા માટે થવી આવશ્યક છે.

Download Motor Policy

Feedback