Print
Email this Page
કોમર્શિયલ વાહન વીમો ઓનલાઇન ખરીદો
ઇફ્કો ટોકિયોની કોમર્શિયલ વાહન વીમા પૉલિસી એ એક એવી વીમા પૉલિસી છે કે જે વ્યક્તિગત અને તૃતીય પક્ષ જવાબદારીઓ સાથે તમારા વ્યવસાયિક વાહનોને વિવિધ પ્રકારનાં બાહ્ય નુકસાની સામે કવર પુરું પાડે છે તથા તે તમારા વાહનના ઉપયોગથી ઉદ્ભવતા ત્રીજા પક્ષકારોના મૃત્યુ, ઈજા કે મિલકતના નુકસાન પછી કોઈપણ કાનૂની જવાબદારીઓ માટે કવરેજ પૂરું પાડે છે.
તમારા વ્યવસાયને સરળ રીતે ચલાવવા માટે કોમર્શિયલ વાહન વીમો જરૂરી છે. જો તમે તમારી કમ્પની મા એક વેન રાખો છો અથવા વ્યાપારી વાહનોના સમગ્ર કાફલાને ચલાવો છો એવા બંને કિસ્સામાં તમારી પાસે કોમર્શિયલ વાહન વીમો હોવો ફરજિયાત અને ઉપયોગી છે.
વ્યાપારી વાહન વીમાનુ યોગ્ય સ્તર મેળવો જેમ કે બસ વીમો, ટેક્સી વીમો અથવા ટ્રક વીમો કે જેની કિંમત તમને અનુકૂળ છે તે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે તમે વ્યવસાય માટે નિયમિત રૂપે તમારા વાહનનો ઉપયોગ કરો છો.
ઇફ્કો ટોકિયો કોમર્શિયલ વ્હિકલ વીમો
ઇફ્કો ટોકિયોની કોમર્શિયલ વીમા પૉલિસી સાથે તમે સંપૂર્ણપણે વ્યાપક કોમર્શિયલ ઓટો વીમો મેળવી શકો છો, જે ફક્ત તમારી તૃતીય-પક્ષની જવાબદારી અને મિલકતના નુકસાન ને જ નહિ , પરંતુ અકસ્માતની ઘટનામાં થયેલા આકસ્મિક નુકસાન અથવા વાહનના નુકસાન ને તેમજ શારીરિક ઇજા અથવા મૃત્યુ ના રક્ષણ ને પણ આવરી લે છે
બસ, ટેક્સી, ટ્રેક્ટર, ક્રેન્સ અને માલની શ્રેણી અને પેસેન્જર વાહનોની વિશાળ શ્રેણી માટે ઇફ્કો ટોકિયો કોમર્શિયલ વાહન વીમની વ્યાપારી પોલિસીઓ આપે છે. તમે કોમર્શિયલ કાર વીમો, બસ વીમો, ટેક્સી વીમો અને ટ્રક વીમા જેવી વિશિષ્ટ કોમર્શિયલ વીમા પૉલિસી દ્વારા તમારા કોમર્શિયલ વાહનને સુરક્ષિત કરી શકો છો.
અમારી કોમર્શિયલ વાહન વીમા યોજનાઓ માત્ર કોમર્શિયલ વાહન માટે જ નહિ પરંતુ તે ત્રીજા પક્ષની જવાબદારીઓ પણ આવરી લે છે. આ ઉપરાંત આ યોજનામાં તમારા વાહનના આકસ્મિક નુકસાન અથવા ચોરીને લીધે થયેલ કોઈપણ નાણાકીય નુકસાનનો સમાવેશ થાય છે.