દાવાની

PrintPrintEmail this PageEmail this Page

તમે આરોગ્ય વીમા દાવા માટે 2 રીતે અરજી કરી શકો છો. તમે કાં તો રોકડરહિત દાવા માટે જઈ શકો છો અથવા તમારા દાવા માટે વળતર મેળવી શકો છો. નીચે આપેલ પ્રક્રિયાઓ અનુસરવાની છે:

રોકડરહિત દાવાઓની સુવિધા ફક્ત અમે જેમની સાથે બંધાયેલા છીએ તેતે ટીપીએના નેટવર્ક હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે.  તમે દાખલ થાઓ તે પહેલા, કોઈપણ ચોક્કસ હોસ્પિટલના નેટવર્કિંગના વર્તમાન સ્ટેટસ વિશે અમારા ટીપીએ દ્વારા સમજી લેવાની તમને સલાહ આપવામાં આવે છે.

આ સુવિધા હેઠળ નેટવર્ક હોસ્પિટલ રોકડરહિત વિનંતીથી સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં સહાય કરશે.  તમે તમારા આરોગ્ય કાર્ડ પર આપેલ સદસ્યતા નંબરને જણાવીને, અમારા થર્ડ પાર્ટી એડ્મિનિસ્ટ્રેટરનો તેમના હેલ્પલાઇન નંબર મારફતે સંપર્ક કરી શકો છો.

રોકડરહિત દાવાઓ બે પ્રકારના હોય છે:

 • તાત્કાલિક દાખલા માટે રોકડરહિત દાવાની પ્રક્રિયા
 • યોજનાબદ્ધ દાખલા માટે રોકડરહિત દાવાની પ્રક્રિયા

તાત્કાલિક દાખલા માટે રોકડરહિત દાવાની પ્રક્રિયા:

 • પગલું 1: નેટવર્ક હોસ્પિટલના કિસ્સામાં, દાખલ થવા પર, થર્ડ પાર્ટી એડ્મિનિસ્ટ્રેટર (ટીપીએ‌) ને તેમના ટોલ ફ્રી નંબર મારફતે જાણ કરો. કૃપા કરીને તમારા આરોગ્ય કાર્ડનો સદસ્યતા નંબર જણાવો.  
 • પગલું 2: રોકડરહિત વિનંતી ફોર્મ ભરો જે હોસ્પિટલના ઇન્શ્યુરન્સ હેલ્પ ડેસ્ક પર ઉપલબ્ધ હોય છે અને તમારી સારવાર કરતા ડૉક્ટર પાસેથી પ્રમાણિત કરાવો.
 • પગલું 3: રોકડરહિત વિનંતી ફોર્મ સપોર્ટિંગ તબીબી રેકોર્ડ્સ સાથે ટીપીએને ફૅક્સ કરો
 • પગલું 4: ટીપીએ દસ્તાવેજની તપાસ કરશે અને હોસ્પિટલને નિર્ણયની જાણ કરશે. ટીપીએ રોકડરહિત વિનંતીને મંજૂર કરશે અથવા જો જરૂર પડે તો વધારાના દસ્તાવેજ માટે કૉલ કરશે.
 • પગલું 5: ટીપીએ દ્વારા રોકડરહિત દાવાની મંજૂરી પર; હોસ્પિટલનાં બિલ્સની સીધી જ પતાવટ કરવામાં આવશે (પૉલિસી મર્યાદાઓને પાત્ર). અસ્વીકાર્ય રકમો જેમકે ટેલિફોન શુલ્ક, ભોજન, સહાયકનું શુલ્ક વગેરે તમારે ચૂકવવી પડશે.  
 • પગલું 6: જો રોકડરહિત દાવો ટીપીએ દ્વારા મંજૂર થતો નથી, તો કૃપા કરીને હોસ્પિટલનું બિલ ચૂકવો અને વતળર માટે અરજી કરો. દાવા પર પૉલિસીના નિયમો અને શરતો અનુસાર પ્રક્રિયા કરવામાં આવશે  

અમારા ટીપીએ દ્વારા રોકડરહિતના નિર્ણયને મંજૂરી આપવાના કાર્યનો સમય, તમામ દસ્તાવેજો પ્રાપ્ત થયા પછી 24 કલાકનો છે

યોજનાબદ્ધ દાખલા માટે રોકડરહિત દાવાની પ્રક્રિયા

 • પગલું 1: સારવાર માટેની અમારી નેટવર્ક હોસ્પિટલોની સૂચિમાંથી એક હોસ્પિટલ પસંદ કરો  
 • પગલું 2: અમારા થર્ડ પાર્ટી એડ્મિનિસ્ટ્રેટર (ટીપીએ‌)ને દાખલ થવાના 3 દિવસ પહેલા હેલ્પલાઇન નંબર મારફતે, તમારા આરોગ્ય કાર્ડનો સદસ્યતા નંબર દર્શાવીને જાણ કરો.  
 • પગલું 3: રોકડરહિટ વિનંતી ફોર્મ ભરો જે હોસ્પિટલના ઇન્શ્યુરન્સ હેલ્પ ડેસ્ક પર ઉપલબ્ધ હોય છે અને તમારી સારવાર કરતા ડૉક્ટર પાસેથી પ્રમાણિત કરાવો.  
 • પગલું 4: રોકડરહિત વિનંતી ફોર્મ સપોર્ટિંગ તબીબી રેકોર્ડ્સ સાથે ટીપીએને ફૅક્સ કરો
 • પગલું 5: ટીપીએ દસ્તાવેજની તપાસ કરશે અને હોસ્પિટલને નિર્ણયની જાણ કરશે. ટીપીએ રોકડરહિત વિનંતીને મંજૂર કરશે અથવા જો જરૂર પડે તો વધારાના દસ્તાવેજ માટે કૉલ કરશે
 • પગલું 6: ટીપીએ દ્વારા રોકડરહિત દાવાની મંજૂરી પર; હોસ્પિટલનાં બિલ્સની સીધી જ પતાવટ કરવામાં આવશે (પૉલિસી મર્યાદાઓને પાત્ર). અસ્વીકાર્ય રકમો જેમકે ટેલિફોન શુલ્ક, ભોજન, સહાયકનું શુલ્ક વગેરે તમારે ચૂકવવી પડશે
 • પગલું 7: જો રોકડરહિત દાવો ટીપીએ દ્વારા મંજૂર થતો નથી, તો કૃપા કરીને હોસ્પિટલનું બિલ ચૂકવો અને વતળર માટે અરજી કરો. દાવા પર પૉલિસીના નિયમો અને શરતો અનુસાર પ્રક્રિયા કરવામાં આવશે

અમારા ટીપીએ દ્વારા રોકડરહિતના નિર્ણયને મંજૂરી આપવાના કાર્યનો સમય, તમામ દસ્તાવેજો પ્રાપ્ત થયા પછી 24 કલાકનો છે

દાવાના વળતર માટેની પ્રક્રિયા

જો નેટવર્ક હોસ્પિટલમાં તમને રોકડરહિત સુવિધા મળી ન હોય અથવા તમે જે હોસ્પિટલમાં સારવાર લીધી હોય તે નેટવર્કનો ભાગ ન હોય તો પછી તમે તમારા મૂળ દસ્તાવેજોને વળતર માટે સબમિટ કરી શકો છો.

 • પગલું 1: IFFCO-Tokio ને ટોલ નંબર - 1800 103 5499 મારફતે દાખલ થવા પર તાત્કાલિક જાણ કરો ડિસ્ચાર્જ તારીખ ના ૭ દિવસ ની અંદર . દાવાની જાણ કરતી વખતે કૃપા કરીને તમારો પૉલિસી પ્રમાણપત્ર નંબર જણાવો.
 • પગલું 2: સારવાર મેળવો અને હોસ્પિટલમાં બધા બિલોની પતાવટ કરો અને તે પછી વળતર માટેનો દાવો નોંધાવો.
 • પગલું 3: સંબંધિત દાવા ફોર્મ અમારી વેબસાઇટથી ડાઉનલોડ કરો (અથવા) અમારા કૉલ સેંટરથી તેની વિનંતી કરો.

દાવાના દસ્તાવેજો સ્થાનિક IFFCO TOKIO કાર્યાલયનાં સરનામે પણ સબમિટ કરી શકાય છે જે તમે અમારા ટોલ નંબર 1800 543 5499 પર કૉલ કરીને મેળવી શકો છો.

જો તમને દાવાની પ્રક્રિયા પર માર્ગદર્શનની જરૂર હોય, તો તમે અમારા ટોલ નંબર 1800 543 5499 મારફતે અમારો સંપર્ક પણ કરી શકો છો.

દસ્તાવેજની ચેકલિસ્ટ

દાવાના વળતરના કિસ્સામાં સબમિટ કરવા માટેના દસ્તાવેજો - ડૉક્ટરનાં પ્રમાણપત્ર સાથે યોગ્ય રીતે ભરેલું દાવા ફોર્મ  

 • ડિસ્ચાર્જનો સારાંશ
 • બિલ્સ
 • પ્રિસ્ક્રિપ્શન્સ
 • અગાઉની અને અંતિમ રસીદો
 • નિદાનની રિપોર્ટ્સ, એક્સ રે, સ્કૅન અને ઇસીજી અને અન્ય ફિલ્મ્સ

જો જરૂર પડે તો દાવા સંસાધન ટીમ ઉપર સૂચિબદ્ધ સિવાયના અન્ય વધુ દસ્તાવેજો માટે કહેશે.

કૃપા કરીને નોંધો:

 • દાવાઓ પર તમામ જરૂરી દસ્તાવેજોની પ્રાપ્તિ પછી પ્રક્રિયા કરવામાં આવશે અને દાવાની તપાસ પછી જો વધારાના દસ્તાવેજો/માહિતીની જરૂર પડે તો કૉલ કરવામાં આવશે.
 • જો દાવો સ્વીકાર્ય હોય તો દાવા ની રકમ તમારા બેંક ખાતા માં જમા કરવામાં આવશે. જો નહીં, તો એક અસ્વીકાર પત્ર તમને મોકલવામાં આવશે
 • દાવાના વળતર માટેનો કાર્યનો સમય, તમામ દસ્તાવેજો પ્રાપ્ત થયા પછી 20 દિવસનો છે

દાવાની ચુકવણી

 • આ પૉલિસી હેઠળના તમામ દાવા ભારતીય મુદ્રામાં ચૂકવવાપાત્ર હશે. આ વીમાના હેતુ માટેની તમામ તબીબી સારવાર માત્ર ભારતમાં જ કરાવવી પડશે.
 • IFFCO TOKIO, ચૂકવેલ રકમ અથવા ચૂકવવાપાત્ર રકમ પર આઇઆરડીએ નિયમનો દ્વારા પ્રદાન કરાયેલ સિવાય અન્ય કોઈપણ વ્યાજ/દંડ માટે જવાબદાર રહેશે નહીં.
 • જો દાવો સ્વીકારયોગ્ય હશે અને દાવાની ચૂકવણીના સમયે જો દરખાસ્તકર્તા હયાત ન હોય તો તે કિસ્સામાં દરખાસ્તકર્તાના વારસદારને ચૂકવવામાં આવશે.

Download Motor Policy

Feedback