એન્ડોર્સમેન્ટ ની જરૂર ક્યારે રહે છે?

PrintPrintEmail this PageEmail this Page

એન્ડોર્સમેન્ટ એ એક પૉલિસીમાં સંમત થયેલા પરિવર્તનનો લેખિત પુરાવો છે. એ એક દસ્તાવેજ છે જે પૉલિસીની શરતોમાં ફેરફારનો સમાવેશ કરે છે. જો પૉલિસીમાં કોઈ પણ ફેરફાર કરવાની જરૂર હોય તો ગ્રાહક ને આવા ફેરફાર ને અસર માં લાવવા માટે મોટર વીમા કંપનીને સંપર્ક કરવાની જરૂર રહે છે. આ ફેરફાર એન્ડોર્સમેન્ટનાં મારફતે કરવામાં આવે છે.

પૉલિસી જારી કરતા વખતે વધારાના લાભ અને કવર (દા.ત., ડ્રાઇવરને કાનૂની જવાબદારી) આપવું હોય કે કંઈક પ્રતિબંધો (દા.ત., આકસ્મિક નુકસાન કપાતપાત્ર) લગાવવા માટે એન્ડોર્સમેન્ટ જારી કરી શકાય છે. તે એન્ડોર્સમેન્ટ્સની શબ્દાવલીઓ ટેરિફમાં આપવામાં આવે છે. સરનામાંના ફેરફાર, નામ બદલાવવા, વાહન બદલાવ વગેરે જેવા ફેરફારોને રેકોર્ડ કરવા માટે પણ પાછળથી એન્ડોર્સમેન્ટ જારી કરી શકાય છે.


Download Motor Policy

Feedback